શનિવાર, 5 ઑગસ્ટ, 2017

આ બ્લોગની મુલાકાત લેતા ખેડૂતભાઇઓને નમ્ર નિવેદન

 ગુર્જર કિસાન સંઘ ગુજરાતના એક નેજા હેઠળ સર્વે ખેડૂતોને સંગઠિત કરવાનો અને તેઓના કાયમી  પ્રાણ પ્રશ્નો તેમજ સમસ્યાઓને વાચા આપવાનો અને તેને દૂર કરવાનો આ એક બિનરાજકીય પ્રયાસ છે. તો કિસાનભાઇઓ અને તેમનાં સંતાનોને એક નમ્ર નિવેદન છે કે આ બ્લોગ પર  એક મહત્વનું "સર્વે ફોર્મ"  આપેલ છે, જે ભરીને સબમીટ કરવા ખાસ વિનંતી કરવામાં આવે છે તેમજ અન્ય કિસાનભાઇઓને પણ આ ફોર્મ ભરીને સબમીટ કરવા  જણાવવા વિનંતી છે.

શુક્રવાર, 28 જુલાઈ, 2017

કેવી રીતે અમલમાં આવશે આ કિસાન સંઘ ?


 ખેડૂત મજબૂત તો દેશ મજબૂત

1.      આ બ્લોગમાં આપેલા સર્વે ફોર્મ દ્વારા મળેલ નામોની યાદી બનતી રહેશે.

2.      ફોન દ્વારા કે રૂબરૂ મુલાકાત લઇ અન્ય સેવાભાવી ખેડૂત કાર્યકરોની યાદી મંગાવી આ યાદીમાં ઉમેરવામાં આવશે.

3.      આવા સેવાભાવી કાર્યકરોની યાદી બ્લોગ પર મૂકવામાં આવશે.

4.      સંઘનું જરૂરી સાહિત્ય, પહોંચબુકો, સૂચિત બંધારણ, જાહેર પત્રિકાઓ છાપવામાં આવશે.

શુક્રવાર, 21 જુલાઈ, 2017

ગુર્જર કિસાન સંઘ ગુજરાત (બિનરાજકીય સંગઠન)

  
             ગુજરાતના ખેડૂતોનું એકમાત્ર બિનરાજકીય સંગઠન। ગુર્જર કિસાન સંઘ । તેના સંગઠનના મંડાણ થઇ ચૂક્યા છે. । આ બ્લોગ પર જુઓ તેને લગતી તમામ જાણકારી । સતત આ બ્લોગના સંપર્કમાં રહો । કિસાન સંગઠન વિશેના સૂચનો અને અભિપ્રાયો મોકલો ।  જવાબદારી નિભાવવા ખડેપગે રહો । અહીં આપેલા વિવિધ ફોર્મ ભરી આપની માહિતી મોકલો । આપની આ સંઘને સંમતી માટે બ્લોગ પર  ફોલો કરો અથવા બ્લોગના આપેલા મોબાઇલ નંબર પર એક મિસ કોલ કરો । સંઘનું મૂકેલ બંધારણ વાંચો  અને તેમાં ફેરફાર કે સૂચનો સૂચવો । કિસાનોની સમસ્યાઓ જણાવો । કિસાનો અને કિસાનોના સંતાનો તેમજ નિવૃત્ત કિસાન કર્મચારીઓ આ સંગઠન માટે યોગદાન આપો । ખેડૂત મજબૂત તો દેશ મજબૂત...જોતા રહેશો આ બ્લોગ પર..

બુધવાર, 19 જુલાઈ, 2017

ગુજરાતના ખેડૂતોના પ્રાણ પ્રશ્નો

ગુજરાતના ખેડૂતોને નડતી કેટલીક મુખ્ય સમસ્યાઓ અને મૂંઝવતા પ્રશ્નો:
ખેડૂત મજબૂત તો દેશ મજબૂત

1. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી.
2. સરકાર તરફ્થી જે કંઇ ટેકાના ભાવો નક્કી થાય છે.તે અગાઉંથી અને સમયસર (વાવણી સમયે) જાહેર થતા નથી.ખેતપેદાશો વેચાયા બાદ થાય છે. જેનો લાભ તમામ ખેડૂતોને મળતો નથી.

મંગળવાર, 18 જુલાઈ, 2017

ખેડૂતોને એક પત્ર

 "ખેડૂત મજબૂત તો દેશ મજબૂત"

ખેડૂત ભાઇઓ અને બહેનો, 
          નમસ્કાર. આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે આપણા ખેડૂત સમાજને સંગઠીત કરવા માટે  "ગુર્જર કિસાન સંઘ" નામની બંધારણ મુજબ લોકશાહી ઢબે ચાલતી  એક રાજ્યવ્યાપી સંસ્થાની રચના કરવાનું વિચારેલ છે.જેને આપ સૌ વધાવી લેશો અને તેને સફળતાના શિખરે પહોંચાડશો તેવી અપેક્ષા છે.

અગત્યની પોસ્ટ વાંચો

ખેડૂતોને એક પત્ર

ગુર્જર કિસાન સંઘ બ્લોગ શરૂ કર્યા તારીખ

૧૮ મી જુલાઇ,૨૦૧૭ ને મંગળવાર

ગુર્જર કિસાન સંઘ ગુજરાતના ફ્લેગવાર મુલાકાતીઓ

Flag Counter