૭/૧૨ ના ઉતારા મેળવો

https://anyror.gujarat.gov.in/
  
 ખાતાની વિગતો મેળવવા માટે ઉપરની ઇમેજ પર ક્લિક કરો
  • ક્લિક કરવાથી એક સાઇટ ખૂલશે.
  • જેમાં સૌથી ઉપર લખેલ  View Land Record  (જમીનનો રેકર્ડ જોવા માટે)  પર ક્લિક કરો
  • ક્લિક કરવાથી આ પેજની નીચે બતાવ્યા મુજબની એક સાઈટ ખૂલશે.
  • સાઇટ ખૂલ્યા બાદ જમીન ખાતાની જે વિગત મેળવવી હોય તે ખાનાને પસંદ કરો.
  • આ સાઇટ ખૂલતાં બીજા નંબરની વિગતનું ખાનું આપોઆપ સિલેકટ થયેલું હોય છે. જેમાં ગામનો નમૂનો ૭ /૧૨ મેળવી શકાય છે.
  • જો  ત્રીજા નંબરની વિગતનું ખાનું  સિલેકટ કરશો તો ગામનો નમૂનો ૮-અ ની વિગત  મેળવી શકાય છે.
  • જો  ચોથા  નંબરની વિગતનું ખાનું  સિલેકટ કરશો તો  હકપત્રક ગામનો નમૂનો  ૬ ની વિગત  મેળવી શકાય છે.
  • જો  પાંચમા  નંબરની વિગતનું ખાનું  સિલેકટ કરશો તો  હકપત્રક ફેરફાર ૧૩૫ ડી નોટીસની વિગત  મેળવી શકાય છે.
  • જો  છેલ્લા  નંબરની વિગતનું ખાનું  સિલેકટ કરશો તો  જૂના સર્વે નંબર - ગામના નમૂના નંબર ૭ પસંદ કરવાથી નવા સર્વે નંબરની વિગત મળશે.
  •  જો  પ્રથમ નંબરની વિગતનું ખાનું  સિલેકટ કરશો તો  જૂનો સ્કેન કરેલ હકપત્રક ગામનો નમૂનો  ૬ ની વિગત  મેળવી શકાય છે.
  • ખાનું સિલેકટ કર્યા બાદ તમારે જે જિલ્લાની વિગત જોઇતી હોત તે જિલ્લો પસંદ કરો  
  • જિલ્લો પસંદ કર્યાબાદ તાલુકો પસંદ કરો
  • તાલુકો પસંદ કર્યા બાદ ગામ પસંદ કરો
  • ત્યારબાદ છેલ્લા ખાનામાં જે તે જરૂરી વિગતનો નંબર પસંદ કરવો દા.ત.સર્વે નંબર પસંદ કરો.પરંતુ ૮-અ ના નમૂના માટે છેલ્લા ખાનામાં ખાતા નંબર લખવો પડશે અને એન્ટ્રીના ઉતારા માટે એન્ટ્રી નંબર લખવો પડશે.આ નંબરો અંગ્રેજીમાં જ લખવાના રહેશે.
  • ત્યારબાદ એક પાંચ અક્ષરનો કેપિટલ કે સ્મોલ અંગ્રેજીના શબ્દો કે અંકોનો બનેલો એક કોડ આવશે. દા.ત. E2H7g આવો જે કોઇ કોડ પ્રદર્શિત થાય તેને તેની નીચે આપેલા ખાનામાં લખવાનો છે.
  • કોડ લખ્યા બાદ Get Detail  પર ક્લિક કરવાથી આગળની વિગત જોવા મળશે.
  • જો સાચો કોડ લખાયો હશે તો આગળની વિગત આવશે.પરંતુ ખોટો કોડ લખેલ હશે તો ફરીથી બીજો કોડ આવશે.જે લખવાનો રહેશે.
  • છેલ્લે  તમારી વિગતની પ્રિન્ટ લઇ શકાશે. 
      જમીનના ખાતાની વિગતો મેળવવા માટેની વેબસાઇટનું હોમપેજ નીચે મુજબનું હશે
                                                        Any Ror @Anywhere
Revenue Department,Government Of Gujarat
District (જીલ્લો) Taluka (તાલુકો) Village (ગામ) Survey Number (સરવે નંબર)

1 ટિપ્પણી:

અગત્યની પોસ્ટ વાંચો

ખેડૂતોને એક પત્ર

ગુર્જર કિસાન સંઘ બ્લોગ શરૂ કર્યા તારીખ

૧૮ મી જુલાઇ,૨૦૧૭ ને મંગળવાર

ગુર્જર કિસાન સંઘ ગુજરાતના ફ્લેગવાર મુલાકાતીઓ

Flag Counter